બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના સંબંધના સ્વીકાર કર્યો છે. તમન્નાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વિજય પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી અને તે કેટલી ઊંડી પ્રેમમાં છે તે ઘણી રીતે વ્યક્ત કરી હતી.
તમન્ના પહેલીવાર તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે કામ કરવા જઈ રહી છે. ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના ટીઝરમાં જોવા મળે છે કે તે વિજય સાથે રોમેન્ટિક સીન કરતી પણ જોવા મળશે. તમન્નાએ કહ્યું, ‘તેની સાથે મારો બોન્ડ ખૂબ જ સરળતાથી બની ગયો છે. તેઓ મારી સામે ખૂબ જ આરામદાયક રીતે વર્તે છે. તેથી જ તેમની સામે મારી જાતને ખુલ્લી રીતે રજૂ કરવી મારા માટે પણ સરળ બની જાય છે. મેં મારી પોતાની દુનિયા બનાવી છે અને મને એક એવી વ્યક્તિ મળી છે જે મને કશું બોલ્યા વિના મારી દુનિયાને સમજે છે. તે એવી વ્યક્તિ છે જેની હું ખૂબ કાળજી રાખું છું અને હા તે મારી ખુશીની જગ્યા છે.