ચીનમાં એક ૧૩ વર્ષની છોકરીએ માત્ર ચાર મહિનાના ગાળામાં ઓનલાઈન ગેમિંગ પર ૪૪૯૫૦૦ યુઆન (લગભગ $64,000) ઉડાવી નાખ્યા હતા. તેની માતાના બેન્ક એકાઉન્ટમાં હવે માત્ર 0.5 યુઆન જ બચ્યા છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ, આ છોકરી સ્કૂલમાં પણ સતત મોબાઇલફોનમાં મશગૂલ રહેતી હોવાથી તેની શિક્ષિકાને શંકા ગઇ કે આ છોકરી ઓનલાઇન ગેમ્સની બંધાણી તો નથી થઇ ગઇને. તેણે તપાસ કરતાં હકીકત એવી જ નકળી.

આથી શિક્ષિકાએ છોકરીની માતાને આ અંગે જાણ કરી ત્યારબાદ માતાએ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારબાદ તો તે સફાચટ નીકળતાં તે આઘાતમાં સરી પડી હતી.

છોકરીની માતાએ જોયું કે તેના એકાઉન્ટમાં માત્ર ૦.૫ યુઆન બચ્યા હતા. તે ગભરાઈ ગઈ અને એક વાયરલ વીડિયોમાં રડતા રડતા બેંક સ્ટેટમેન્ટના પાના દેખાડયા જેમાં મોબાઈલ ગેમ્સ માટે કરાયેલી ચૂકવણીનો ખુલાસો કરાયો હતો. જ્યારે પિતાએ છોકરીને આ અંગે પૂછયું તો તેણે ગેમ ખરીદવા પર લગભગ ૧૨૦૦૦૦ યુઆન તથા આ ગેમ ખરીદી પર વધારાના ૨૧૦૦૦૦ યુઆન ખર્ચો કર્યો હોવાની વાત સ્વીકારી હતી. આ ઉપરાંત તેણે પોતાના ઓછામાં ઓછા ૧૦ મિત્રો માટે ગેમ ખરીદવા માટે ૧ લાખ યુઆન ખર્ચ કર્યાની વાત પણ સ્વીકારી લીધી. આ માટે તેણે તેની માતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. અગાઉ કોઇક પ્રસંગે તેની માતાએ તેને ડેબિટ કાર્ડનો પાસવર્ડ આપ્યો હતો. તેનો જ તેણે ઉપયોગ કર્યો હતો. આ ઘટનાની ચીનના સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી છે.

LEAVE A REPLY