Some countries fail to protect Indian missions: Jaishankar
(ANI Photo)

કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાનના સમર્થકોએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવા મોટો વિવાદ ઊભો થયો હતો. આ ઝાંખીમાં બે શીખ બંદૂકધારીઓ (સતવંત સિંહ અને બિઅંત સિંહ)ને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનને ગોળી મારતા દર્શાવ્યા હતાં. આ ઝાંખીમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને 1984ના શીખ વિરોધી રમખાણોના બેનરો પણ હતાં. આ ઝાંખીના વિઝ્યુઅલ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ભારતે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓને મહત્ત્વ આપવા બદલ કેનેડા સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે કેનેડા દ્વારા ભારત વિરોધી તત્વોને પોતાની ધરતી પરથી તેમની વિભાજનકારી પ્રવૃત્તિઓ ચલાવવાની મંજૂરી આપવી તે માત્ર કેનેડા માટે જ નહીં પરંતુ દ્વિપક્ષીય સંબંધો માટે પણ સારું નથી. મને લાગે છે કે આની સાથે એક મોટો મુદ્દો જોડાયેલો છે. વોટ બેંકની રાજનીતિ સિવાય કોઈ આવું કરે એવુ્ં હોઈ ના શકે.

ભારતમાં કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકકેએ ટ્વિટ કર્યું હતું કે હિંસા કે નફરતના મહિમામંડનને કેનેડામાં કોઈ સ્થાન નથી. કેનેડામાં એક ઇવેન્ટના સમાચારથી હું ચોંકી ગયો છું.વિરોધ પક્ષ કોંગ્રેસે ગુરુવારે કેનેડામાં બનેલી ઘટનાની નિંદા કરી હતી અને સરકારને આ મુદ્દો કેનેડા સામે મજબૂત રીતે ઉઠાવવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું હતું.

LEAVE A REPLY