બ્રિટનમાં પ્રોપર્ટી ખરીદવામાં મદદ કરવાના નામે £16,000 ની છેતરપિંડી કરવા બદલ ભારતીય મૂળના નોર્થવુડના મેલાર્ડ વે ખાતે રહેતા 64 વર્ષીય જસપાલ સિંહ જુટલાને ગુરુવાર, 25 મેના રોજ આઇલવર્થ ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.

સેન્ટ્રલ સ્પેશ્યાલિસ્ટ ક્રાઈમ યુનિટના ડીસી અનીતા શર્માએ જણાવ્યું હતું કે ‘’ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડીના ચાર ગુનાઓ અને અધિકૃત ન હોવા છતાં ફાઇનાન્સ રેગ્યુલેટેડ પ્રવૃત્તિઓ કરવાના એક ગુના બદલ આ સજા ફટકારી હતી. તેણે છેતરેલા મોટે ભાગના ભારતીયો હતાં. આ અપરાધો મે 2019થી જાન્યુઆરી 2021ની વચ્ચે કરાયા હતા જેને કેણે ઓગસ્ટમાં અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સ્વીકાર્યાં હતાં. જુટલાએ £15,790 ચુકવવા માટે લોકોને ધમકાવ્યા હતાં. મેટ પોલીસની ઈકોનોમિક ક્રાઈમ ટીમના અધિકારીઓ માને છે કે જુટલાએ અન્ય લોકો પાસેથી પણ છેતરપિંડી કરી પૈસા પડાવ્યા હોવાની શંકા છે અને તે તમામ લોકોને આગળ આવવા અપીલ કરુ છું અને ભોગ બનેલા સૌને ફોન નંબર 0300 123 2040 પર એક્શન ફ્રોડ ટીમને કૉલ વિનંતી કરું છું.”

જુટલાએ મોર્ગેજ એડવાઈઝર હોવાનો દાવો કરી સાઉથોલ અને હેઇસ સહિત લંડનમાં વિવિધ સ્થળોએ ખાસ કરીને ઇંગ્લિશ નહિં બોલી શકતા લોકોને છેતર્યા હતા. તેણે મોર્ગેજ અરજીઓ કરવા સહિત પ્રોપર્ટી સર્વેની વ્યવસ્થા કરી હતી અને સોલિસિટર સાથે સંપર્ક હોવાનું પણ જણાવતો હતો.

LEAVE A REPLY