ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાના “મૂળ કારણ” અને “ગુનાહિત” કૃત્ય પાછળના લોકોની ઓળખ કરી લેવામાં આવી હોવાની રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત પછી રેલવેએ આ દુર્ઘટનાની સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી. શુક્રવારની આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા અને 1,000 લોકો ઘાયલ થયા હતા. રેલ્વે અધિકારીઓએ ડ્રાઇવરની ભૂલ અને સિસ્ટમની ખામી તથા ઓવરસ્પીડનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. રેલવેના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અંદરથી અથવા બહારથી છેડછાડ અથવા તોડફોડનો કરાઈ હોવાની શક્યતા છે. અમે કોઇ શક્યતાને નકારી કાઢી નથી. પોઇન્ટ મશીન અને ઇન્ટરલોકિંગ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સિસ્ટમ “એરર પ્રૂફ” છે અને “ફેલ સેફ” છે, પરંતુ બહારના હસ્તક્ષેપની શક્યતાને નકારી નથી. જો સિસ્ટમ નિષ્ફળ જાય તો બધા સિગ્નલો લાલ થઈ જાય છે અને તમામ ટ્રેનની થોભી જાય છે. એવું બની શકે કે કોઈએ કેબલ જોયા વિના થોડું ખોદકામ કર્યું હોય.
રેલવે અધિકારીઓએ સંકેત આપ્યાં હતા કે સંભવિત “તોડફોડ” અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડથી આ અકસ્માત થયો હતો. વૈષ્ણવે અમે ટ્રિપલ ટ્રેન અકસ્માતની CBI તપાસની ભલામણ કરી છે. અકસ્માતનું કારણ ઇલેક્ટ્રિક પોઇન્ટ મશીન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે સંબંધિત હતું. પોઈન્ટ મશીનનું સેટિંગ બદલવામાં આવ્યું હતું. તે કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યું તે તપાસ રિપોર્ટમાં બહાર આવશે. ભયાનક ઘટનાના મૂળ કારણની ઓળખ થઈ ગઈ છે… હું વિગતોમાં જવા માંગતો નથી. રિપોર્ટ બહાર આવવા દો. હું માત્ર એટલું જ કહીશ કે ગુનાહિત કૃત્યના મૂળ કારણ અને જવાબદાર લોકોની ઓળખ થઈ ગઈ છે.
દરમિયાન ઓડિશા સરકારે આ દુર્ઘટનાનો મૃત્યુઆંક 288થી સુધારીને 288 કર્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક શબની ગણતરી અગાઉ બે વાર કરાઈ હતી. 187 મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. 110 મૃતદેહો એઈમ્સ ભુવનેશ્વરમાં રાખવામાં આવ્યા હતા, બાકીનાને કેપિટલ હોસ્પિટલ, અમરી હોસ્પિટલ, સમ હોસ્પિટલ અને કેટલીક અન્ય ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઓથોરિટીએ મૂકેલા ફોટાઓની ઓળખ કરવા માટે ચિંતિત સંબંધીઓ NOCCI બિઝનેસ પાર્કમાં ઉમટી પડ્યાં હતાં.
રેલ્વેએ જણાવ્યું હતું કે 3-7 જૂન દરમિયાન 123 ટ્રેનો રદ કરાઈ છે, 56 ડાયવર્ટ કરાઈ છે, 10 ટ્રેનનો રૂટ ટુકાવી દેવાયા છે અને 14 ટ્રેનોને ફરીથી શેડ્યૂલ કરાઈ છે.