મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓની ફરિયાદોની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લવ જેહાદના કેસો મળી આવ્યા છે. રાજયમાં લાપતા વ્યક્તિઓની ફરિયાદોમાંથી 90થી 95નો ઉકેલ લાવવામાં સફળતા મળી છે. સરકાર લવ જેહાદ સામે કાયદો બનાવવાની વિચારણા કરી રહી છે અને લવ જેહાદ સામે આકરા પગલાં લેશે.
એકનાથ શિંદે સરકારમાં ગૃહ પોર્ટફોલિયો ધરાવતા ભાજપના આ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં અમને જાણવા મળ્યું છે કે ખોટા વચનો આપવામાં આવ્યાં હતાં અથવા ખોટી ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણીત વ્યક્તિઓએ પણ મહિલાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. લવ જેહાદ તરીકે ઓળખાતા કિસ્સાઓ પણ મોટી સંખ્યામાં સામે આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં અગાઉ જણાવ્યું હતું કે અમે લવ જેહાદ પર કાયદો લાવવાની વિચારણા કરી રહ્યા છીએ. અમે આ સંબંધમાં હાલના વિવિધ કાયદાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ.