અમેરિકાના હ્યુસ્ટનમાં પિયરલેન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમેન તરીકે ઋષિ પટેલે ચૂંટણીમાં વિજેતા થઇને ઈતિહાસ રચ્યો છે. તેઓ પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં પોઝિશન 7 માટે ચૂંટાયા છે. ચૂંટાયા પછી ઋષિ પટેલે જણાવ્યું હતું કે, તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે 6 મેના રોજ એન્ટોનિયો જ્હોન્સન સામે ચૂંટણી જીતી હતી અને 57 ટકાથી વધુ મત મેળવ્યા હતા.
ઋષિ પટેલે જણાવ્યું હતું કે પિયરલેન્ડમાં પાણીની સલામતી પ્રાથમિકતા છે પરંતુ નળમાંથી ઓછું પાણી આવતું હોવાથી લોકો એરિઝોનામાં પાણીની અછતનો સામનો કરવાને બદલે પોતાના ખર્ચે પાણી મંગાવવાનું પસંદ કરે છે. તેઓ હ્યુસ્ટન વિસ્તારમાં અનેકવિધ પારિવારિક હોટેલોના માલિક છે.
ઉલ્લેખનીય છે કે ગલ્ફ કોસ્ટ વોટર ઓથોરિટીની અમેરિકન કેનાલમાંથી દરરોજ 10 મિલિયન ગેલન પાણીનો પુરવઠો પૂરો પાડવા અને પાણી માટે હ્યુસ્ટન પર પિયરલેન્ડને આધાર ન રાખવો પડે તે માટે પિયરલેન્ડ તેની પશ્ચિમ બાજુએ એક સરફેસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે. ઋષિ પટેલે કહ્યું કે મને નથી લાગતું કે અમારા પડકારો ખાસ છે. આ પડકારો સામાન્ય છે. મને લાગે છે કે વોશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તારમાં દરેક વ્યક્તિ કદાચ આ પડકારોનો સામનો કરી રહી છે.
ઋષિ પટેલ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. તેમનો પરિવાર સાઉથ કેરોલિનામાં સ્થાયી થયો હતો જ્યાં પરિવારના સભ્યો મોમ-એન્ડ-પોપ મોટેલનું સંચાલન કરતાં હતા.
ઋષિ પટેલે એકાઉન્ટિંગમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ સાઉથ કેરોલિનામાંથી ટેક્સેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ CPA ડિગ્રી (સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટ) ધરાવે છે. તેમણે એકાઉન્ટિંગ ફર્મ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.