ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી ખુશીનો માહોલ ઊભો થયો હતો. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાને ફરી માતા-પિતા બનવાનું સુખ મળ્યું હતું. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આકાશ અને શ્લોકાને એક પુત્ર પણ છે, જેનું નામ પૃથ્વી અંબાણી છે.
અંબાણી પરિવારના વિશ્વાસુ ધનરાજ નથવાણીએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. બીજા બાળકના આગમનના લગભગ એક અઠવાડિયા પહેલા, શ્લોકા મહેતાએ પતિ આકાશ અંબાણી, સસરા મુકેશ અંબાણી અને પુત્ર પૃથ્વી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા વર્ષ 2020માં 10 ડિસેમ્બરે પહેલીવાર માતા-પિતા બન્યા હતા. લગ્નના લગભગ એક વર્ષ બાદ શ્લોકા-આકાશના ઘરમાં કિલકિલાટ ગૂંજ્યો હતો. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા.