Representational image (iStock)

ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખોની અછત પાછળ બ્લેક માર્કેટ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ડ્રાઇવિંગ ટેસ્ટનું બુકિંગ કરી આપતા ઓનલાઈન દલાલો ડ્રાઇવર એન્ડ વ્હીકલ સ્ટાન્ડર્ડ્સ એજન્સી (DVSA)ના ટેસ્ટના સ્લોટ્સ આધુનિક બૉટ્સનો ઉપયોગ કરીને મેળવી લે છે. બુકિંગ તારીખોની અછત સર્જાયા બાદ તેઓ ડ્રાઇવિંગ ટેસ્ટ મેળવવા માંગતા લોકો પાસેથી £300 સુધીની મોટી ફી વસુલ કરે છે.

કોવિડ રોગચાળા અને એક્ઝામીનર્સની હડતાળના કારણે 500,000થી વધુ ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખોની અછત સર્જાઇ છે અને લોકોને ઓછામાં ઓછી છ મહિનાની રાહ જોવી પડે છે. સોશિયલ મીડિયા પર અસંખ્ય એજન્ટ્સ આવુ બુકિંગ મેળવી આપવાનો દાવો કરતી જાહેરાતો કરે છે. તેઓ લોકોની ગરજ મુજબ “પ્રાયોરિટી બુકિંગ” સેવા માટે £160 થી £250 સુધીની ફી વસુલ કરે છે. DVSA ના જણાવ્યા મુજબ આગામી 24 અઠવાડિયા માટે 100 ટેસ્ટ સેન્ટર્સ સંપૂર્ણ રીતે બુક થઈ ગયા છે.

DVSA એ ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર્સને પણ ચેતવણી આપી છે કે તેઓ વધારાનો નફો મેળવવા માટે ટેસ્ટ બુકિંગ સિસ્ટમમાં તેમના વિશેષાધિકારોનો દુરુપયોગ ન કરે. આવું કરનારા કેટલાક ઇન્સ્ટ્રક્ટર્સના અધિકારો રદ કર્યા છે. કેટલાય ઇન્સ્ટ્રક્ટર્સ પોતાના બુકિંગ અધિકારોનો ઉપયોગ કરીને ટેસ્ટની તારીખો બદલે છે. ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ગયા વર્ષે 200,000 ટેસ્ટ્સની તારીખોની અદલાબદલી કરી હતી.

LEAVE A REPLY