વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે જણાવ્યું હતું કે તેમના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન દ્વારા 2022 માં વધુ પડતી ઝડપે કાર હંકારીને મિનિસ્ટરિયલ કોડનો કોઇ ભંગ કર્યો નથી અને તેઓ તપાસનો સામનો કરશે નહીં.
સુનકે બ્રેવરમેનને લખેલા પત્રમાં કહ્યું હતું કે ‘’હું માનતો નથી કે તમારી ક્રિયાઓ ઉલ્લંઘન સમાન છે. મને ખાતરી છે કે તમે આ બાબતોને ગંભીરતાથી લો છો. તમે સંપૂર્ણ હિસાબ આપ્યો છે, માફી માંગી ખેદ વ્યક્ત કર્યો છે.’’
વિપક્ષે સુનકને આ કેસ તેમના નૈતિકતા પરના સ્વતંત્ર સલાહકાર, સર લૌરી મેગ્નસ પાસે મોકલવાની માંગ કરી હતી. બ્રેવરમેન જૂન 2022માં એટર્ની જનરલ હતા ત્યારે તેમને વધુ ઝડપે કાર ચલાવવા બદલ ત્રણ પેનલ્ટી પોઈન્ટ્સ અથવા ગ્રૂપ સ્પીડ અવેરનેસ કોર્સનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
હોમ સેક્રેટરીએ સ્વીકાર્યું હતું કે “જો ફરીથી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત, તો મેં કાર્યવાહીનો અલગ માર્ગ પસંદ કર્યો હોત”.