FILE PHOTO: A picture shows the facade of Goldsmiths, University of London, in London. (TOLGA AKMEN/AFP via Getty Images)

સિટી ઓફ લંડન કોર્પોરેશનના એજ્યુકેશન બોર્ડે વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના BAME અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સાઉથ ઇસ્ટ લંડનના ન્યુ ક્રોસમાં સિંગલ-સાઇટ કેમ્પસ ધરાવતી ગોલ્ડસ્મિથ્સ, યુનિવર્સિટી ઓફ લંડનમાં અભ્યાસ કરી શકે તે માટે ત્રણ વર્ષના સમયગાળામાં બર્સરી આપવા 35 ઇક્વિટી એવોર્ડ્ઝ માટે £320,000નું ભંડોળ આપવાની જાહેરાત કરી છે.

વિશ્વ કક્ષાની અગ્રણી સંશોધન અને શિક્ષણ આપતી ગોલ્ડસ્મિથ ખાતેના 18 શૈક્ષણિક વિભાગોમાં ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રોમાં આર્ટ્સ, હ્યુમાનીટી, સોસ્યલ સાયન્સ, કલ્ચરલ સ્ટડીઝ, કમ્પ્યુટિંગ, કાયદો, શિક્ષણ, સોસ્યલ વર્ક અને બિઝનેસ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

સિટી ઓફ લંડન કોર્પોરેશનના એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ, કેરોલિન હેન્સે કહ્યું હતું કે “અમે યુવાનોને અસાધારણ શિક્ષણ, સાંસ્કૃતિક અને સર્જનાત્મક શિક્ષણ અને કાર્યની દુનિયા સાથે જોડતા કૌશલ્યોનો ઍક્સેસ આપીને ઝડપથી બદલાતી દુનિયામાં વિકાસ માટે તૈયાર કરવા પ્રતિબદ્ધ છીએ. લંડનને વૈવિધ્યસભર અને સ્થિતિસ્થાપક ભાવિ કર્મચારીઓની જરૂર છે, જેમાં તમામ પૃષ્ઠભૂમિના લોકો માટે નોકરીની તકો ઉપલબ્ધ બનશે. અમારું ભંડોળ ઉચ્ચ શિક્ષણ માટે સિટી કોર્પોરેશનની પ્રતિબદ્ધતા અને આજીવન શિક્ષણ માટેના અમારા સમર્થનને દર્શાવે છે.”

LEAVE A REPLY