વડા પ્રધાન ઋષિ સુનકના નિવાસસ્થાન લંડનના 10 ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા સાથે ગુરુવારે 16:20 કલાકે કાર અથડાવનાર એક વ્યક્તિની સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ ગુનાહિત નુકસાન અને જોખમી ડ્રાઇવિંગની શંકાના આધારે ધરપકડ કરી હતી. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
ટ્રફાલ્ગર સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્ક્વેર વચ્ચેના મુખ્ય રાજકીય હબ વ્હાઇટહોલના મોટા ભાગને કોર્ડન કરી દેવાયો હતો. સાવચેતી માટે ડાઉનિંગ સ્ટ્રીટની અંદરના અધિકારીઓને ઘરની અંદર રહેવા કહેવાયું હતું. જો કે નોંધપાત્ર રીતે કેટલાર બેરિકેડ અને નક્કર ડબલ-બેરલ બ્લેક આયર્ન ગેટથી તે સુરક્ષિત છે.