(ANI Photo)

હાલના સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ 1921માં ડ્યુક ઓફ કોનોટ પ્રિન્સ આર્થરે કર્યો હતો. ઈમારતનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી, 1927માં થયું હતું અને હવે તે 96 વર્ષનું છે. હાલની ઇમારત સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી અને તેમાં બંધારણને અપનાવવામાં આવ્યું હતું. વર્ષોથી જૂની ઇમારત હાલની જરૂરિયાતો માટે અપૂરતી હોવાનું જણાયું હતું. લોકસભા અને રાજ્યસભાએ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરતા ઠરાવ પસાર કર્યા હતા. હાલના સંસદ ભવન 1956માં બે માળનો ઉમેરો કરાયો હતો. 2006માં ભારતના 2,500 વર્ષના સમૃદ્ધ લોકશાહી વારસાને દર્શાવવા માટે સંસદ સંગ્રહાલય ઉમેરવામાં આવ્યું હતું. સરકારને હવે જુની સંસદને મ્યુઝિયમ બનાવવાની યોજના બનાવી છે.

LEAVE A REPLY