શિખ સામ્રાજ્યના અંતિમ શાસક મહારાજા દુલીપ સિંહની પુત્રી પ્રિન્સેસ સોફિયા દુલીપ સિંહના લંડનસ્થિત નિવાસસ્થાને શુક્રવારે સન્માન માટે ‘બ્લુ પ્લેક’ સ્થાપિત કરવામાં આવી હતી. ઈંગ્લિશ હેરિટેજ ચેરિટી દ્વારા સંચાલિત ‘બ્લુ પ્લેક’ સ્કીમ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંકળાયેલી ખાસ બિલ્ડિંગના મહત્વ માટે સન્માન દર્શાવે છે. સોફિયા અને તેની બહેનોને રાણી વિક્ટોરિયા તરફથી સાઉથ-વેસ્ટ લંડનના હેમ્પટન કોર્ટ પેલેસમાં “ફેરાડે હાઉસ” એપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું. પ્રિન્સેસ સોફિયા ચાર દાયકાથી વધુ સમયથી આ નિવાસસ્થાનમાં રહ્યા હતા.

સોફિયાઃ પ્રિન્સેસ, સફ્રાગેટ, રીવોલ્યુશનરી નામની આત્મકથાના લેખિકા અનિતા આનંદે કહ્યું, “એક રાજકીય રીપોર્ટર તરીકે માનું છું કે, હું મહિલાઓના મતાધિકાર માટે સંઘર્ષ કરનારની વાતો જાણું છું અને પછી મને આ અસાધારણ મહિલા અંગે માહિતી મળી હતી અને હું તેમનાથી પ્રભાવિત થઇ હતી. અંતિમ શિખ શાસકની પુત્રી અને રાણી વિક્ટોરિયાની ધર્મ પુત્રી હોવાને કારણે, સોફિયાએ જો ઇચ્છા રાખી હોય તો ખૂબ જ આરામદાયક જીવન જીવી શકી હોત, પરંતુ તેમણે મુશ્કેલીનો માર્ગ પસંદ કર્યો. લેખકે નોંધ્યું છે કે પ્રિન્સેસ સોફિયાએ મહિલાઓના મતાધિકાર માટે સંઘર્ષ કર્યો હતો. પ્રિન્સેસ સોફિયાનું 71 વર્ષની ઉંમરે ઓગસ્ટ 1948માં મૃત્યુ થયું હતું.

LEAVE A REPLY