ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે સરકારી ભરતી માટે દ્વિસ્તરિયા પરીક્ષા માળખું રહેશે. નવા નિયમો અનુસાર હવેથી જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરિક્ષા અલગ-અલગ લેવામાં આવતી હતી. જેમાં પ્રાથમિક પરીક્ષા 100 માર્ક્સની લેવાશે. લોઅર ક્લાસ-3 પરીક્ષામાં 200 માર્ક્સનું પેપર આવશે. ફાઈનલ સિલેક્શનમાં મુખ્ય પરીક્ષાના ગુણ જોવાશે.
સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ વર્ગ 3ની પરીક્ષા બે રીતે લેવામાં આવશે, પહેલા પ્રિલીમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જ્યારે મેરિટ મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ જાહેર કરવામાં આવશે.