ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે હતા. તેમણે દ્વારકામાં શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ નિમિત્તે અમિત શાહને ગ્રંથ-ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે શારદાપીઠના નારાયણનંદ બ્રહ્મચારીજી, શારદાપીઠના આચાર્ય અશ્વિનભાઈ પુરોહિત, સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્યશ્રી પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા.