ભારતથી ચોરીને લવાયેલી કે બ્રિટીશ રાજ દરમિયાન યુકે લવાયેલી કલાકૃતિઓને જથ્થાબંધ ધોરણે પરત માંગવા માટે ભારત સરકાર પોતાનો દાવો કરે ત્યારે તેના માટે શાહી પરિવારની પરવાનગી મેળવવી અથવા સંસદીય કાયદાકીય ફેરફારની જરૂર પડશે. તેઓ ખુદ ભારતીય હોવાના કારણે આ સંજોગો યુકેના વડા પ્રધાન ઋષિ સુનક માટે એક ભયાવહ રાજદ્વારી પરિસ્થિતિ ઉભી કરશે.
વડા પ્રધાનને ટોરી નેતા બનાવવામાં આવ્યા પછી શ્રી મોદીએ યુકેમાં વસતા ભારતીયો માટે “જીવંત પુલ” તરીકે તેમની પ્રશંસા કરી હતી.