સ્કોટિશ શહેર ગ્લાસ્ગોના મ્યુઝિયમોનું સંચાલન કરતી સખાવતી સંસ્થા ગ્લાસગો લાઇફે ભારત સરકાર સાથે સાત ચોરાયેલી કલાકૃતિઓને પરત મોકલવા માટે ગયા વર્ષે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંની મોટાભાગની કલાકૃતિઓ 19મી સદી દરમિયાન ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં મંદિરો અને પવિત્ર સ્થાનોમાંથી દૂર કરાઇ હતી તો એકને માલિક પાસેથી ચોરી કર્યા બાદ ખરીદવામાં આવી હતી. ગ્લાસગો લાઇફના જણાવ્યા મુજબ તમામ સાત કલાકૃતિઓ ગ્લાસગોના મ્યુઝિયમને ભેટમાં આપવામાં આવી હતી.