Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ કિશોરોના મોત થયાં હતાં. બે છોકરાઓ બપોરે કૃષ્ણ સાગર તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ડૂબવા લાગ્યાં હતાં. સ્થળ પર હાજર અન્ય ત્રણ કિશોરોએ તેમને ડૂબતા જોયા અને બંનેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ તે બધા ડૂબી ગયા હતા.

બટોદના એસપી કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે આજે બોટાદ શહેરની બહાર કૃષ્ણ સાગર તળાવમાં 5 છોકરાઓ ડૂબી જવાથી મૃત્યું પામ્યાં હતાં. બપોરના સમયે બે બાળકો સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ ડૂબવા લાગ્યા હતા. સ્થળ પર હાજર અન્ય ત્રણ લોકોએ તેમને બચાવવા માટે પાણીમાં કૂદકો માર્યો હતો, પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા. તેમની ઉંમર 16-17 વર્ષની વચ્ચેની હતી. વધુ તપાસ ચાલુ હોવાનું એસપીએ વધુમાં જણાવ્યું હતું. તમામ મૃતકો બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા

LEAVE A REPLY