How Salman became an actor?
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

સલમાન ખાનની પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયાથી લઇને ટાઈગર ઝિંદા હૈ સુધીની સફરમાં સલમાને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, ઘણા લોકો એ બાબતથી અજાણ છે કે, સલમાને 40 વર્ષ અગાઉ પ્રથમવાર કેમેરા સામે આવ્યો હતો. કહેવાય છે કે, એક પ્રવાસ દરમિયાન સુંદર યુવતીને આકર્ષવા પ્રયાસોમાં સલમાને પાણીમાં ડૂબકી મારી હતી. સલમાન ખાનને તે યુવતીનો પ્રેમ તો ન મળ્યો, પરંતુ તેણે સલમાનને એડવર્ટાઈઝમેન્ટ જરૂર અપાવી હતી.

સલમાને મોડેલ તરીકે એક કોલ્ડ ડ્રિંકની એડમાં કામ કર્યું હતું. આ એડવર્ટાઈઝમેન્ટમાં સુનિલ નિશ્ચલ, વેનેસા વાઝ, આરતી ગુપ્તા, શિરાઝ મર્ચન્ટ અને જેકી શ્રોફનાં પત્ની આયેશા શ્રોફ હતા. 40 વર્ષ અગાઉ બનેલી આ એડવર્ટાઈઝમેન્ટમાં સલમાન ખૂબ જ પાતળો લાગતો હતો. મિત્રો સાથે યોટની સફર દરમિયાન દરિયા કિનારે મસ્તી સાથે કોલ્ડ ડ્રિંકની સિપ તેઓ લેતા હતા. અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સલમાને પ્રથમવાર કેમેરા ફેસ કરવા બાબતે કહ્યું હતું કે, એક ફાઈવ સ્ટાર હોટલમાં તેણે સુંદર યુવતીને લાલ સાડીમાં જોઈ હતી. તેનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સલમાને સ્વિમિંગ પુલમાં કૂદકો માર્યો. અંડર વોટર સ્ટ્રેચ મારીને તે છેક બીજા કિનારે પહોંચ્યો અને બહાર માથું કાઢીને જોયું તો તે યુવતી દેખાઇ નહોતી.

આ ઘટનાના બીજા દિવસે સલમાનને કોલ્ડ ડ્રિંક એડમાં રોલ માટે ફોન આવ્યો હતો. બાદમાં સલમાનને ખબર પડી કે, લાલ સાડીમાં આરતી ગુપ્તા હતી, જેઓ એડના ડાયરેક્ટર કૈલાશ સુરેન્દ્રનાથ સાથે ડેટિંગ કરતા હતા. આરતીએ જ સલમાનના નામની ભલામણ કરી હતી. આ એક એડ પછી સલમાને ક્યારેય પાછા વળીને જોયું નથી. સલમાનની છેલ્લી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન બોક્સઓફિસ પર ખાસ ચાલી નથી, પરંતુ આ ફિલ્મે રૂ.100 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન એક માત્ર એવો સ્ટાર છે, જેની સતત 16 ફિલ્મો રૂ. 100 કરોડથી વધુનો બિઝનેસ મેળવી શકી છે.

LEAVE A REPLY