સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાતમાં 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સ્ટે મૂક્યો હતો. માનહાનીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરનારા સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેશ હરીશ હસમુખભાઈ વર્મા સહિતના જજોની બઢતી પર સ્ટે મૂકવામાં આવ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે ન્યાયિક અધિકારીઓની બઢતી “મેરિટ-કમ-વરિષ્ઠતા સિદ્ધાંત”નું ઉલ્લંઘન છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હાઇકોર્ટની યાદી અને તે પછી ડિસ્ટ્રિક્ટ જજના પ્રમોશન અંગેનો રાજ્ય સરકારનો આદેશ ગેરકાયદેસર છે અને આ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં છે, તેથી તે ટકી શકે નહીં.
ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓને જિલ્લા જજ કેડરમાં પ્રમોશનને પડકારતી અરજી પર સુનાવણી પૂરી થઈ હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત સરકારના જ બે ન્યાયિક અધિકારીઓએ 65 ટકા પ્રમોશનના ક્વોટા હેઠળ 68 જજોના પ્રમોશનને પડકાર્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી ચીફ જસ્ટિસ કરશે.
સુપ્રીમકોર્ટમાં જે અધિકારીઓએ આ અરજી દાખલ કરી હતી તેમનું નામ રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતરાય મહેતા છે. બંને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને ખુદ 65 ટકા ક્વૉટા માટે યોજાયેલી પરીક્ષામાં સામેલ પણ હતા