વર્લ્ડ બેન્કે અજય બાંગાને નામને પુષ્ટી આપ્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બાંગાને એક પરિવર્તનકારી વડા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વર્લ્ડબેન્કમાં કુશળતા, અનુભવ અને નવીનતા લાવશે. વિશ્વ બેંકના નેતૃત્વ અને હિતધારકો સાથે મળીને તેઓ વર્લ્ડ બેન્કે વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે અજય બાંગા વિશ્વ બેંક અને અન્ય બહુરાષ્ટ્રીય બેંકોને આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો પર તેમનું કાર્ય બમણું કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ અજય બાંગાનેતેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા.