68મા ફિલ્મફેર એવોર્ડ્સ 2023 સમારંભનું તાજેતરમાં મુંબઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રેખા, જાહ્નવી કપૂર, નોરા ફતેહી, વિકી કૌશલ અને અન્ય ઘણા ફિલ્મકારોએ રેડ કાર્પેટ પર સ્ટાઇલમાં વોક કરતાં થઈ હતી. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સનું સંચાલન સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની સાથે આયુષ્માન ખુરાના-મનીષ પોલ સ્ટેજ પર જોડાયા હતા.
આ વખતે જ્યારે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાજકુમાર રાવને મળ્યો, ત્યારે આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો હતો. ફિલ્મકાર સંજય લીલા ભણસાલીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો હતો.
‘બ્રહ્માસ્ત્ર’ના ગીત ‘કેસરિયા’ માટે અરિજીત સિંહને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને પણ VFX માટે એવોર્ડ મળ્યો છે. આ વખતે ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ ફિલ્મફેર એવોર્ડ્સમાં દબદબો રહ્યો હતો, જ્યારે રાજકુમાર રાવની ફિલ્મ ‘બધાઈ દો’ પણ ઘણા તેમાં છવાઇ ગઇ હતી. ‘ગંગુબાઈ..’એ 10 કેટેગરીમાં એવોર્ડ જીત્યા અને હર્ષવર્ધન કુલકર્ણીની ‘બધાઈ દો’એ વિવેચકોની શ્રેણીમાં 6 એવોર્ડ જીત્યા હતા.
અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ-1 શિવ’ને પણ ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. જ્યારે પ્રેમ ચોપરાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ સપોર્ટિંગ રોલ ફોર મેલ- અનિલ કપૂર, જુગ જુગ જિયો.
શ્રેષ્ઠ સપોર્ટિંગ રોલ ફોર ફીમેલ – શીબા ચઢ્ઢા, બધાઈ હો
શ્રેષ્ઠ ડાયલોગ- પ્રકાશ કાપડિયા અને ઉત્કર્ષિની વશિષ્ઠ, ગંગુબાઈ કાઠિયાવાડી.
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે- અક્ષત ઘિલડિયાલ, સુમન અધિકારી અને હર્ષવર્ધન કુલકર્ણી, બધાઈ દો.
શ્રેષ્ઠ કથાનક- અક્ષત ઘિલડિયાલ અને સુમન અધિકારી, બધાઈ દો.
શ્રેષ્ઠ નવોદિત અભિનેતા- અંકુશ ગેડમ, ઝુંડ.
શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી- એન્ડ્રીયા કેવિચુસા, અનેક
શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શક- જસપાલ સિંહ સંધુ અને રાજીવ બરનવાલ, વધ.
શ્રેષ્ઠ ગીતકાર- અમિતાભ ભટ્ટાચાર્ય, બ્રહ્માસ્ત્ર: ભાગ એક-શિવ ગીત કેસરિયા.
શ્રેષ્ઠ ગાયક – અરિજિત સિંહ, બ્રહ્માસ્ત્ર ગીત કેસરિયા
શ્રેષ્ઠ ગાયિકા – કવિતા સેઠ, જુગ જુગ જીયો સોંગ રંગીસારી.
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – કૃતિ મહેશ, ગંગુબાઈ…ના ઢોલીડા ગીત માટે.
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – સુદીપ ચેટર્જી, ગંગુબાઈ કાઠિયાવાડી.
શ્રેષ્ઠ એક્શન – પરવેઝ શેખ, વિક્રમ વેધા.