SCO meeting begins in Goa, Pakistan's foreign minister visits India for the first time in 12 years
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગુરુવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર ઉતર્યા છે. (ANI Photo)

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ પ્રધાન સ્તરની બે દિવસની બેઠકનો 4 મેથી ગોવામાં પ્રારંભ થયો હતો. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ, રશિયાના સર્ગેઈ લવરોવ અને પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો-ઝરદારી ભાગ લઇ રહ્યાં જો કે, SCO સમિટના સમયે જયશંકર અને ભુટ્ટો-ઝરદારી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી ગુરુવારે ગોવા પહોંચ્યા હતા. ટ્વિટર પર શેર કરાયેલા એક વીડિયોમાં બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે તેઓ રશિયા અને ઉઝબેકિસ્તાનના તેમના સમકક્ષો સાથે બેઠક કરશે અને ગોવામાં તમામ વિદેશ પ્રધાનો માટે આયોજિત ડિનરમાં હાજરી આપશે. 2011 પછી પાકિસ્તાની વિદેશ પ્રધાનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આ પહેલા પાકિસ્તાનના તત્કાલિન વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર ભારતની મુલાકાતે આવ્યા હતા.
SCO દેશોમાં ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હીને SCOમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તે ચાર દેશોના ગઠબંધન ક્વાડનો પણ સભ્ય છે. ક્વાડના અન્ય સભ્યોમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા છે. તે જ સમયે, રશિયા અને ચીન બંને ક્વાડની આકરી ટીકા કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનની એકંદર સ્થિતિ તેમજ ઝડપથી વિકસતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા થવાની ધારણા છે. આની સાથેજ આતંકવાદના પડકારો તેમજ યુક્રેનમાં યુદ્ધની અસરોનો સામનો કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે.

LEAVE A REPLY