અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા મ્યાનમારમાં તેના પોર્ટનું 30 મિલિયન ડોલરમાં વેચાણ કરવાની પ્રક્રિયા પૂરી કરી છે. અદાણી ગ્રૂપે મે 2021માં આ પ્રોજેક્ટમાં 127 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જે 90 મિલિયન ડોલરના અપફ્રન્ટ પેમેન્ટનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રૂપ કંપનીએ મે 2022માં મ્યાનમારમાં લશ્કરી બળવો અને તે પછીના વૈશ્વિક પ્રતિબંધોને પગલે વેચાણની જાહેરાત કરી હતી. જોકે, પ્રોજેક્ટ પૂર્ણ કરવા સહિતની કેટલીક શરતો પૂરી કરવાની અને તેનાથી વેચાણમાં વિલંબ થયો હતો. અદાણી પોર્ટ્સે અગાઉ જણાવ્યું હતું કે, તે પ્રતિબંધિત એકમો સાથે જોડાણ કરશે નહીં. અદાણી પોર્ટ્સની મૂળ યોજના માર્ચ અને જૂન 2022 વચ્ચે એક્ઝિટ થવાની હતી, પરંતુ ખરીદદાર સોલર એનર્જી લિમિટેડ મંત્રણામાં વિલંબ થયો હતો.