Ajay Banga will take over as the head of the World Bank in June
REUTERS/Ruben Sprich//File Photo/File Photo/File Photo

વર્લ્ડ બેન્કે બુધવારે તેના નવા વડા તરીકે મૂળ ભારતીય અજય બાંગાના નામની જાહેરાત કરી હતી. બાંગા વર્લ્ડ બેન્કના વડા બનનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઇઓ બાંગાને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ તરીકે નોમિનેટ કર્યા હતા. વિશ્વ બેન્કના બોર્ડે પાંચ વર્ષની મુદત માટે બાંગાની નિમણૂકની તરફેણમાં મત આપ્યો હતો.

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બોર્ડ વર્લ્ડ બેન્ક ગ્રૂપ ઇવોલ્યુશન પ્રક્રિયા અંગે બાંગા સાથે મળીને કામ કરવા માંગે છે.” બાંગા બીજી જૂને ડેવિડ માલપાસ પાસેથી હોદ્દો મેળવશે. માલપાસે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું.

પૂણેમાં જન્મેલા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બાંગા દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે દેશની વિખ્યાત બિઝનેસ સ્કૂલ આઇઆઇએમ, અમદાવાદમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. આ સાથે અજય બાંગા એવા પહેલા ભારતીય-અમેરિકન અને શીખ-અમેરિકન બન્યા છે જેમણે વિશ્વની બે ટોચની નાણાસંસ્થાઓ IMF અને વિશ્વ બેન્કનું સુકાન સંભાળ્યું હોય.વિશ્વ બેન્ક ક્લાઇમેટ ચેન્જની સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે ત્યારે નવા પ્રેસિડેન્ટ તરીકે બાંગાની ભૂમિકા મહત્વની રહેશે.

LEAVE A REPLY