વિસ્તારાએ ટાટાની માલિકીની એર ઈન્ડિયા સાથે દ્વિપક્ષીય ઈન્ટરલાઈન પાર્ટનરશીપની જાહેરાત કરી છે, જેનાથી ગ્રાહકોને સરળ મુસાફરીના વિકલ્પો મળવાની શક્યતા છે. કરાર મુજબ મુસાફરોને તેમની મુસાફરીની શરૂઆતમાં તેમના બોર્ડિંગ પાસ આપવામાં આવશે અને તેઓ એક જ ટિકિટ પર બંને એરલાઇન્સમાં ઉડાન ભરી શકશે.
વિસ્તારાએ જણાવ્યું હતું કે આ કરાર ગ્રાહકોના સામાનને અંતિમ મુકામ સુધી ચેક ઇન કરવાની મંજૂરી આપશે. વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને જણાવ્યું હતું કે, “અમારા સંયુક્ત નેટવર્કમાં મુસાફરી કરતા ગ્રાહકોને વધુ સગવડ અને વિસ્તૃત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે આ ભાગીદારી ભારતની બે અગ્રણી એરલાઇન્સને એકસાથે લાવે છે.”
ભાગીદારીના ફાયદાઓ પર પ્રકાશ પાડતાં એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, તે “અમારા વિસ્તરતા રૂટ નેટવર્ક્સ પર ભારતની અંદર અને બહાર મુસાફરી કરતા અમારા સંયુક્ત ગ્રાહકોને વધુ કનેક્ટિવિટી અને સુવિધા પૂરી પાડશે. ગયા વર્ષે નવેમ્બરમાં ટાટા ગ્રુપે વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની યોજના જાહેર કરી હતી. સિંગાપોર એરલાઇન્સ હાલમાં વિસ્તારામાં લઘુમતી હિસ્સો ધરાવે છે