કર્ણાટક વિધાનસભાની ચૂટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જન ખડગેની ઝેરીલા સાપ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે. તેમને ખબર હોવી જોઈએ કે ભગવાન શંકરના ગળામાં નાગ બિરાજમાન છે અને તે ભગવાન શિવના ગળાની શોભા છે. મારા માટે જનતા ભગવાન સમાન છે.
વિપક્ષી નેતાઓની ટીપ્પણીનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી કાર્યવાહીથી સૌથી વધુ નારાજ છે. તેથી તેના નેતાઓ મને વધુ નફરત કરવા લાગ્યા છે અને મારા પર હુમલો કરવા લાગ્યાં છે.
મોદીએ કોંગ્રેસ અને જેડીએસના પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે અલગ પક્ષો છે, પરંતુ હૃદયથી એક છે. બંને પરિવારવાદી છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સાપના નિવેદન પર તેમણે કહ્યું હતું કે તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે. તેમને ખબર હોવી જોઈએ કે સાપ ભગવાન શિવના ગળામાં શોભે છે અને મારા માટે કર્ણાટક અને દેશના લોકો ભગવાન શિવ સમાન છે.