Ratan Tata Honored with the Order of Australia
(ANI Photo)

ભારતના પીઢ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર આ માહિતી આપતા ઓસ્ટ્રેલિયાના રાજદૂતે કહ્યું કે રતન ટાટાને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત (એમ્બેસેડર) બેરી ઓફેરેલે પોતાના ટ્વિટમાં કહ્યું કે રતન ટાટાએ ભારતની સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ યોગદાન આપ્યું છે. ટાટા ફેમિલીના ટ્રસ્ટ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા સ્કોલરશિપ આપવામાં આવે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ ઓસ્ટ્રેલિયામાં 1998થી અસ્તિત્વમાં છે. 17,000 કર્મચારીઓને ઓસ્ટ્રેલિયામાં રોજગાર આપનાર તે સૌથી મોટી ભારતીય કંપની પણ છે. 

રાજદૂત ફેરેલે લખ્યું કે રતન ટાટા ભારતમાં વ્યવસાય, ઉદ્યોગ અને પરોપકારના અનુભવી છે. તેમના યોગદાનની અસર ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળી છે. રતન ટાટાએ વધુમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સંબંધોની લાંબા સમયથી પ્રતિબદ્ધતા માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનું સન્માન કરતા આનંદ થાય છે. 

તન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ અને પરોપકાર માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટાટા પાવર ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ (TPSODL) ના એક્ઝિક્યુટિવ રાહુલ રંજને તેમની લિન્ક્ડડીન પોસ્ટ દરમિયાન આ સમારોહના ફોટા પણ શેર કર્યા હતા. 

રતન ટાટાની કંપની વિશ્વમાં પરોપકાર માટે પણ જાણીતી છે. તેઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. રતન ટાટાએ કોરોના મહામારી દરમિયાન 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. બીજી બાજુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ તેમની કમાણીનો 60 થી 70 ટકા ભાગ ચેરિટીમાં દાન કરે છે. 

LEAVE A REPLY