મુંબઈ ઈન્ડિયન્સના અને ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, આઈપીએલમાં 250 છગ્ગાનો આંકડો તે વટાવી ચૂક્યો છે અને આવો વિશિષ્ટ રેકોર્ડ કરનારો તે સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે આઈપીએલમાં 233 મેચ રમી ચૂક્યો છે.
એકંદરે આઈપીએલમાં સૌથી વધુ 357 છગ્ગાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલના નામે છે. સાઉથ આફ્રિકાનો એ. બી. ડીવિલિયર્સ 251 છગ્ગા સાથે બીજા ક્રમે છે અને રોહિત શર્મા આગામી એક-બે મેચમાં તેનાથી તો આગળ નિકળી જાય તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલમાં સૌથી વધુ છગ્ગાના રેકોર્ડમાં રોહિત પછી 235 છગ્ગા સાથે ધોની અને પછી 229 છગ્ગા સાથે કોહલી આવે છે.