ન્યૂયોર્કે ફક્ત અમેરિકાના જ નહી વિશ્વના સૌથી ધનવાન શહેરનું બિરુદ જાળવી રાખ્યું છે. આ શહેરમાં ૫૮ બિલિયોનેર્સ વસે છે.  ન્યૂયોર્કમાં લગભગ ૩,૪૦,૦૦૦ લખપતિ રહે છે. વિશ્વના ટોચના દસ સંપત્તિવાન શહેરોમાંથી ચાર શહેરો તો અમેરિકાના છે. આ યાદીમાં લંડન ચોથા સ્થાને રહ્યું છે. આમ ટોપ ટેનમાં કોઈપણ ભારતીય શહેરને સ્થાન મળ્યું નથી. જો કે મુંબઈ ૨૧મા ક્રમ સાથે ભારતના સૌથી સંપત્તિવાન શહેર તરીકે ઉભરી આવ્યું છે. તેના પછીના ક્રમે દિલ્હી આવે છે. 

ટોચના દસ સંપત્તિવાન શહેરોની યાદીમાં બીજા ક્રમે ટોક્યોત્રીજા ક્રમે ધ બે એરિયા કેલિફોર્નિયાચોથા ક્રમે લંડન અને પાંચમાં ક્રમે સિંગાપોર આવે છે. વિશ્વના ટોચના ૫૦ ધનિક શહેરોમાં અમેરિકાના દસ શહેરો છે અને ચીનના પાંચ શહેરો છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ચાર શહેરો છે. વિશ્વના સૌથી ધનવાન શહેરોમાં ન્યૂયોર્કટોક્યોધ બે એરિયા ઓફ કેલિફોર્નિયાલંડન અને સિંગાપોરનો સમાવેશ થાય છે. તેમા પણ ટોક્યો અને લંડને તો છેલ્લા દાયકામાં પાંચથી પંદર ટકા ધનવાનો ગુમાવવા છતાં પણ આ સ્થાન જાળવ્યું છે.

જો કે સંપત્તિવાનોની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો બે એરિયાએ નોંધાવ્યો છે. ધ બે એરિયા ઓફ કેલિફોર્નિયાએ ધનવાનોની યાદીમાં ૬૮ ટકા ઉછાળો નોંધાવ્યો છે તો સિંગાપોરે ૪૦ ટકા વધારો નોંધાવ્યો છે. આમ ટોચના દસ શહેરોની યાદી જોઈએ તો ન્યૂયોર્કટોક્યોધ બે એરિયા ઓફ કેલિફોર્નિયાલંડન, સિંગાપોરલોસ એન્જલ્સહોંગકોંગબૈજિંગશાંઘાઈ અને સિડનીનો સમાવેશ થાય છે.  

LEAVE A REPLY