Rowdy Rathore's sequel stars Siddharth and Kiara in lead roles
(ANI Photo)
સફળતા માટે સીક્વલ ફિલ્મનો પ્રયોગ કરી રહેલા બોલિવૂડમાં ‘રાઉડી રાઠૌર’ના સેકન્ડ પાર્ટની તૈયારીઓ ચાલી રહી છે. ઓરિજિનલ ફિલ્મમાં અક્ષયકુમારનો લીડ રોલ હતો અને હવે સીક્વલમાં સિદ્ધાર્થ મલહોત્રાને પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોઈ શકાશે. 2012 આવેલી ‘રાઉડી રાઠૌર’માં અક્ષયકુમારે ડબલ રોલ કર્યો હતો. અક્ષયની સાથે સોનાક્ષી સિંહા લીડ રોલમાં હતી, પરંતુ સીક્વલમાં સોનાક્ષીના સ્થાને કિયારાને પસંદ કરવામાં આવી છે.

ફિલ્મ મેકર શબીના ખાને ફિલ્મની કથા-પટકથા નક્કી કરી દીધી છે. પોલીસ ઓફિસરના રોલ માટે સિદ્ધાર્થને ઓફર મળી ત્યારે તે મૂંઝવણમાં હતો. પોલીસ સંબંધિત ફિલ્મોમાં રોહિત શેટ્ટીનો દબદબો છે ત્યારે તેમાં પ્રોડક્શન સિવાયની ફિલ્મમાં આ પ્રકારનો રોલ કરવો કે નહીં તેની અવઢવ વચ્ચે આ ફિલ્મના પ્રોડક્શનમાં સંજય લીલા ભણસાલીનું નામ પણ જોડાયું હતું. બે મહિનામાં ફિલ્મનું શૂટિંગ કરવાની મેકર્સની ઈચ્છા છે.

અક્ષયકુમારના હાથમાંથી અગાઉ ‘ભૂલ ભુલૈયા’ની સીક્વલ છીનવાઈ હતી અને મેકર્સે અક્ષયવાળો રોલ કાર્તિક આર્યનને સોંપ્યો હતો. કાર્તિક આર્યન ‘ભૂલ ભુલૈયા’ની સીક્વલના કારણે એ-ગ્રેડ સ્ટાર્સની યાદીમાં આવી ગયો હતો. હેરાફેરીની ત્રીજી ફિલ્મમાં પણ અક્ષયના કેરેક્ટર અંગે સસ્પેન્સ હતું. અક્ષયને આખરે આ ફિલ્મ મળી છે ખરી, ફ્લોપ ફિલ્મોના કારણે અક્ષયનો જાદુ ઓસરી રહ્યો હોવાની છાપ ઊભી થઈ છે. અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ છેલ્લે હિટ રહી હતી. ‘રાઉડી રાઠૌર 2’માં લીડ સ્ટાર્સને રીપ્લેસ કરવાની સાથે ડાયરેક્ટર પણ બદલવામાં આવ્યા છે. પ્રથમ ભાગનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું હતું. સૂત્રો કહે છે કે, સીક્વલમાં ડાયરેક્શન અંગે પ્રભુ દેવા સાથે વાતચીત થઈ હતી, પરંતુ ક્રીએટિવ ડિફરન્સના કારણે આ પ્રોજેક્ટમાં અન્ય દિગ્દર્શકની પસંદગી કરવામાં આવી છે. હવે, અનીસ બાઝમીને ડાયરેક્શનનું સુકાન સોંપવામાં આવ્યું છે.

‘રાઉડી રાઠૌર 2’ના મેકર્સે સિદ્ધાર્થ મલહોત્રાની પસંદગી ફાઈનલ કરી છે અને સોનાક્ષી સિંહાનું રીપ્લેસમેન્ટ પણ શોધી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, રીયલ લાઈફ કપલ સિદ્ધાર્થ અને કિયારાને સ્ક્રિન પર સાથે જોવાનું દર્શકોને ગમે છે, જેથી સીક્વલમાં પણ આ જોડીને અજમાવવાનો પ્રયોગ નિશ્ચિત જ છે. આ પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

LEAVE A REPLY