Relief from heatwave forecast for India for five days

ભારતીય હવામાન વિભાગે શનિવાર, 22 એપ્રિલે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ માટે તીવ્ર હીટવેવમાંથી દેશના મોટાભાગના વિસ્તારોને રાહત મળી શકે છે. કેટલાંક વિસ્તારોમાં શુક્રવારથી હીટવેવની સ્થિતિમાંથી રાહત મળવાનું ચાલુ થયું હતું, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.  

શનિવારે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર સિવાય દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. હિમાલયના વિસ્તારોમાં તાપમાન 16-25 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાયું હતું. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશાના ગંગા નદીના કિનારા પરના વિસ્તારોમાં શનિવારે હીટવેવમાંથી લોકોને થોડી રાહત મળી હતી. 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ પર તથા તમિલનાડુના કેટલાંક ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન ઊભું થું છે. ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશથી દક્ષિણ તમિલનાડુ અને તેલંગણા સુધી હવાનું નીચું દબાણ ઊભું થયું છ. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ ઉત્તરપૂર્વ બિહારથી ઓડિશા અને ઝારખંડમાં પણ લો પ્રેશર ઊભું થયું છે. હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ હવામાનથી વાદળછાયું વાતાવરણ રહે છે અને વરસાદ આવે છે. તેનાથી તાપમાનમાં પણ ઘટાડો થાય છે.

IMD જણાવ્યા અનુસાર  ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરીય અને મધ્ય મેદાનોમાં ઊંચા તાપમાને કારણે હીટવેવની સ્થિતિ ઊભી થઈ હતી. તેનાથી સ્થાનિક વહીવટીતંત્રને હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી શાળાના સમય બદલવા અથવા શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. પૂર્વીય પહાડી વિસ્તારમાં પણ ચાના ઉત્પાદકોએ  ઊંચા તાપમાનનીફરિયાદ કરી હતી જેના પરિણામે ચાલુ સિઝન દરમિયાન પાકને નુકસાન થયું હતું. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો સ્કાર્ફનો ઉપયોગ કરતા અને ઝાડ નીચે આશ્રય લેતા જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકારે રાજ્ય બોર્ડ સાથે સંલગ્ન તમામ શાળાઓને 15 જૂન સુધી બંધ કરી દીધી છે. વિદર્ભ પ્રદેશ માટે ઉનાળુ વેકેશન 30 જૂન સુધી લંબાવ્યું છે.  

 

LEAVE A REPLY