SpaceX's Starship rocket crashed minutes after launch
(REUTERS Photo)

એલન મસ્કની કંપની સ્પેક્સએક્સનું વિશ્વનું સૌથી મોટું રોકેટ ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યાની થોડી મિનિટોમાં ધડાકા સાથે મેક્સિકોના અખાતમાં તૂટી પડ્યું હતું. નવા રોકેટની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી. એલોન મસ્કની કંપની મેક્સીકન સરહદની નજીક આવેલા ટેક્સાસના દક્ષિણ છેડેથી લગભગ 400-ફૂટ (120-મીટર)ના આ સ્ટારશિપ રોકેટને સમગ્ર વિશ્વની સફર પર મોકલવાનું લક્ષ્ય રાખતી હતી.

આ રોકેટમાં કોઇ માનવ કે સેટેલાઇટ ન હતા. ઇમેજિસમાંથી જણાય છે કે 33-એન્જિન સાથેનું આ રોકેટ તેના લોન્ડ પેડથી 24 માઇલ્સ એટલે કે 39 કિલોમીટર્સની ઊંચાઈ પહોંચ્યું ત્યારે તેમના કેટલાંક એન્જિનો કામ કરતાં બંધ થઈ ગયા હતા. રોકેટે ગબડવાનું શરૂ કર્યું અને પછી ચાર મિનિટમાં વિસ્ફોટ થયો હતો તે મેક્સિકોના અખાતમાં તૂટી પડ્યું હતું. આ રોકેટને તેના સ્પેસક્રાફ્ટથી અલગ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે થઈ શક્યું ન હતું. અલગ કર્યા બાદ સ્પેસફ્રાટ્સ તેની સફર ચાલુ રાખીને વિશ્વની પરિક્રમા કર્યા પછી હવાઇ નજીક પેસિફિકમાં તૂટી પડે તેવી અપેક્ષા હતી.
આ રોકેટને બોકા ચિકા બીચ લોન્ચ સાઇટ પર છોડાયું હતું. તેનાથી કેટલાંક માઇલ દૂર આવેલા સાઉથ પાડરે ટાપુ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રોકેટ હવામાં ઉડવાની સાથે લોકોએ ચીસો પાડી હતી કે ગો બેબી, ગો.
મસ્કે તેને સ્ટારશીપનું આકર્ષક ટેસ્ટ લોન્ચ ગણાવ્યું હતું.તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે થોડા મહિનામાં આગામી ટેસ્ટ લોન્ચ માટે ઘણું શીખવા મળ્યું છે. આ પ્રાયોગિક પરીક્ષણ પહેલા પણ મસ્ક 50-50 ચાન્સ ગણાવ્યા હતા.

કંપની ચંદ્ર અને આખરે મંગળ પર લોકોને અને માલસામાને મોકલવા માટે આ સ્ટારશિપનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. NASAએ તે આગામી મૂનવોકિંગ ટીમ માટે સ્ટારશિપને ભાડે રાખ્યું છે અને સમૃદ્ધ પ્રવાસીઓ પહેલેથી જ ચંદ્ર પર જવા માટે બુક કરી રહ્યાં છે. સ્ટારશીપને લોન્ચ કરવાનોઆ બીજો પ્રયાસ હતો. સોમવારનો ફ્રોઝન બૂસ્ટર વાલ્વને કારણે પરીક્ષણ રદ કરાયું હતું.

LEAVE A REPLY