બોલીવૂડમાં હોટ અભિનેત્રી સની લીઓનીએ બેબી ડોલ, ચાર બોટલ વોડકા અને સૈયાં સુપર સ્ટાર જેવા હિટ સોન્ગ્સમાં આપેલું પરફોર્મન્સ ખૂબ લોકપ્રિય રહ્યું છે. સનીના મ્યૂઝિક વીડિયોમાં તેના સ્ટેપ્સ જોઈને ઓડિયન્સ પણ ઝૂમવા લાગે છે. જિસ્મ 2 ફિલ્મથી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરનાર સની સતત સારા રોલની શોધમાં રહે છે. ચાર્ટ બસ્ટર સોન્ગ્સમાં લોકપ્રિયતા હાંસલ કરવાની સાથે સનીએ એક્ટર તરીકે પણ ઓળખ ઊભી કરી છે. સફળતા અંગે સનીનું માનવું છે કે, સક્સેસ માટે માત્ર એક્ટિંગથી કામ ના ચાલે. તેના માટે કમ્પ્લિટ એન્ટરટેઈનર બનવું જરૂરી છે.
સનીની કારકિર્દીમાં સંગીતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે સનીએ કહ્યું હતું કે, સંગીત દરેક વ્યક્તિના રોજિંદા જીવનનો હિસ્સો છે. રોમેન્ટિક, ધમાલિયા કે સ્લો મ્યૂઝિક વીડિયોઝે કરિયરમાં મોટો રોલ ભજવ્યો છે. ઈન્ડિયન ફિલ્મોમાં ગીતો મહત્ત્વના છે અને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ મેળવનારા ‘નાટુ નાટુ’ સોન્ગે ફરી આ હકીકત સાબિત કરી છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર એક્ટર તરીકે જાતને સ્થાપિત કરવાનું મહત્ત્વ નથી, પરંતુ તે સાથે કમ્પ્લિટ એન્ટરટેઈનર બનવું જરૂરી છે, જેમાં સંગીત સૌથી વધુ પ્રાથમિકત ધરાવે છે.
સનીને ઓનસ્ક્રિન ઠુમકા મારવાનું ગમે છે, પરંતુ સનીએ ડાન્સની પદ્ધતિસરની તાલીમ લીધેલી નથી. સનીએ જણાવ્યું હતું કે, ડાન્સ નંબર કરવા ગમે છે. ટ્રેનિંગ લીધી નથી, પરંતુ શૂટિંગ દરમિયાન જ રિહર્સલ કરીને ડાન્સ સ્ટેપ્સ શીખી લઉં છું. આકરી પ્રેક્ટિસ કરીને સારો ડાન્સ કરવા હંમેથા મથામણ કરતી રહું છે. સની લીઓની એક દીકરી નિશા અને બે દીકરા એશર-નોહાને ઉછેરવાની સાથે એક્ટિંગમાં પણ આગળ વધી રહી છે. સનીએ કરિયર પરથી ક્યારેય ફોકસ હટાવ્યું નથી. આ અંગે તેણે જણાવ્યું હતું કે, દરેક પેરેન્ટની જેમ બાળકો તેની ટોપ પ્રાયોરિટી છે. ત્રણ બાળકો સાથેની ક્ષણને વેડફી દેવાનું તેને ગમતું નથી. આ સાથે કરિયર પણ મહત્ત્વની છે. કામ કરતા રહેવાથી માનસિક આરોગ્ય સારું રહે છે. તેથી વર્કિંગ મધર રહેવાનું તેને ગમે છે અને આ માટે દરેક કામની પ્રાયોરિટી નક્કી કરીને આગળ વધું પડે છે.