Amazon will lay off 9,000 and Walt Disney 7,000
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની દિગ્ગજ કંપનીઓ એમેઝોન અને વોલ્ટ ડિઝની ફરી છટણી માટે સજ્જ બની છે.  એમેઝોને ફરી એકવાર 9000 લોકોની છટણી કરવાનો સંકેત આપ્યો છેજ્યારે વોલ્ટ ડિઝનીએ 7,000 લોકોને છૂટા કરવાની યોજના બનાવી છે.  એમેઝોન અગાઉ 2023ના પ્રથમ મહિના સુધીમાં કંપનીએ 18000 લોકોની છટણી કરી હતી. છટણીના પ્રથમ તબક્કામાં રિટેલહાયરિંગએચઆર અને ડિવાઈસ ડિપાર્ટમેન્ટમાંથી વિભાગમાંથી કર્મચારીઓની છુટા કરાયા હતા. 

છટણીના બીજા તબક્કામાં એટલે કે આ વખતે કંપની બિઝનેસલાઈવસ્ટ્રીમિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગમાંથી કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી દીધી છે. મીડિયા અહેવાલો મુજબ આ વખતે પણ HRનાં કર્મચારીઓની નોકરી પર પણ લટકતી તલવાર છે. આ માટે કંપનીએ માર્ચ-2023માં જાહેરાત કરી હતી કે તે 9000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ માહિતી કંપનીના સીઈઓ એન્ડી જેસીએ આપી હતી. અહેવાલો મુજબ એમેઝોને એડવર્ટાઈઝિંગ ટીમમાંથી કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. છટણી કરાયેલા તમામ કર્મચારીઓને સંપૂર્ણ પગાર અને અન્ય લાભો અપાશે. ન્યુયોર્ક અને ન્યુ જર્સીના કર્મચારીઓને ફુલ એન્ડ ફાઈનલ 90 દિવસનું અને અન્ય શહેરોમાં કામ કરી રહેલા કર્મચારીઓનો 60 દિવસમાં હિસાબ કરી દેવામાં આવશે. 

વોલ્ટ ડિઝની પણ સતત છટણી કરી રહ્યું છે. કંપની આવતા અઠવાડિયે ફરી 15 ટકા કર્મચારીઓને છુટા કરી શકે છે. કંપની લગભગ 7000 કર્મચારીઓની છટણી કરશે. આ છટણી જુદા જુદા વિભાગોમાં કરાશે. કંપની એન્ટરટેઈનમેન્ટ વિભાગમાં મોટા પાયે છટણી કરવાની છે. ઉપરાંત ટીવીફિલ્મથીમ પાર્ક અને કોર્પોરેટમાં કામ કરતા અનેક લોકોની નોકરીઓ પર તલવાર લટકી રહી છે. 

વોલ્ટ ડિઝની 24 એપ્રિલ સુધીમાં કર્મચારીઓને છટણી વિશે જાણ કરે તેવી સંભાવના છે. કંપની છટણીના કરી ખર્ચમાં 5.5 બિલિયન ડોલર ઘટાડવાની યોજના બનાવી રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર 10000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ જાન્યુઆરીમાં 11000 લોકોની છટણી કરી ચુકી છે. 

LEAVE A REPLY