અમેરિકામાં પોતાના સગીર વિદ્યાર્થીઓના જાતીય શોષણ માટે ગત સપ્તાહે બે દિવસના ગાળામાં 6 મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી.આ મહિલા શિક્ષકો પર પોતાના વિદ્યાર્થીઓને ડરાવી, ધમકાવીને સ્કૂલ કેમ્પસમાં અને સ્કૂલ કેમ્પસની બહાર જાતીય સબંધ બાંધવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
આ 6 શિક્ષિકાઓ પૈકીની ડેનવિલ શહેરની શિક્ષિકા એલેન શેલ પર 16 વર્ષીય બે ટીનએજર સાથે ત્રણ ત્રણ વખત શારીરિક સબંધ બાંધાનો આરોપ મુકવામાં આવ્યો છે. વુડલોન સ્કૂલ નામની શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષકને પોલીસે ગુરુવારે કોર્ટમાં રજૂ કરી હતી. સ્કૂલે હાલમાં તેને રજા પર ઉતારી દીધી છે.
આરકન્સાસ રાજ્યની શિક્ષિકા હીથર હરે 32 વર્ષની છે. તેના પર પણ વિદ્યાર્થીઓનુ જાતીય શોષણ કરવાનો આરોપ પોલીસે મુક્યા છે. ઓકલાહામા રાજ્યમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય એમિલી હેનકોકની પણ 15 વર્ષના વિદ્યાર્થી સાથે સબંધ રાખવા બદલ પોલીસે ધરપકડ કરી છે. તેણે વિદ્યાર્થી સાથે સ્કૂલની અંદર પણ જાતીય સબંધો બાંધ્યા હતા.
આયોવા રાજ્યની એક કેથોલિક સ્કૂલમાં કામ કરતી 36 વર્ષની શિક્ષિકા ક્રિસ્ટન ગેંટનુ નામ પણ આ યાદીમાં જોડાયુ છે. તેના પર એક સગીર વયના વિદ્યાર્થી સાથે સ્કૂલની અંદર અને બહાર પાંચ વખત સેક્સ કરવાનો આરોપ લાગ્યો છે. અન્ય એક કિસ્સામાં ભાલા ફેંકની ટ્રેનિંગ આપતા મહિલા શિક્ષકની 17 વર્ષીય વિદ્યાર્થીનુ જાતીય શોષણ કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક કિસ્સામાં 26 વર્ષીય હેન્ના માર્થની ધરપકડ કરાઈ છે.તેણે હાઈસ્કૂલના ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ સાથે સબંધ બાંધ્યા હતા.