વોશિંગ્ટનમાં ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા એક મજબૂત, શાંતિપૂર્ણ અને સોહાર્દભર્યા વૈશ્વિક સમુદાય માટે પાયાનું નિર્માણ કરી રહ્યા છે. તેઓ પોતે પણ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો “મજબૂતી”થી આગળ વધે.
ઈન્ડિયા હાઉસ ખાતે ઇન્ડિયન એમ્બેસેડર તરનજિત સિંઘ સંધૂ દ્વારા આયોજિત એક સ્વાગત સમારંભમાં સીતારમણે જણાવ્યું હતું કે, “આપણે સાથે છીએ અને મજબૂત, શાંતિપૂર્ણ તથા સોહાર્દભર્યા વૈશ્વિક સમુદાય માટે મજબૂત પાયાનું નિર્માણ કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું ઈચ્છું છું કે અમેરિકા અને ભારત વચ્ચેનો આ સંબંધ મજબૂતથી આગળ વધે અને આપણે બધા તેમાં ચોક્કસ યોગદાન આપીએ.” આ કાર્યક્રમમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી ગિના રાઇમોન્ડો, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ઇન્ડો-પેસિફિક બાબતોના સંયોજક, કર્ટ કેમ્પબેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણાં પ્રધાને વૈવિધ્યતા અને વર્ષના નવા દિવસની ઉજવણી માટે વિવિધ તહેવારો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મારા માટે ઊર્જાવાન લોકોને જોવું ખૂબ જ પ્રેરણાદાયક છે, દરેક પોતપોતાની વિશુ, ઉગાડી, નવરોઝની ઉજવણી કરે છે. પરંતુ બધા ઈન્ડિયા હાઉસમાં છે. ઇન્ડિયા હાઉસીઝ આ તમામ લોકોના છે. આપણી પાસે હંમેશા આ વૈવિધ્યતા છે.”
આ ઉપરાંત તેમણે ડો. ભીમરાવ આંબેડકર વિશે પણ જણાવ્યું હતું કે, તેઓ ભારત માટે મહત્ત્વનું કામ કર્યું હતું. તેઓ પીડિત દલિત સમુદાયના હોવા છતાં ભારતના નવનિર્માણમાં હિસ્સો બન્યા હતો અને તજજ્ઞો સાથે મળીને બંધારણ લખ્યું હતું.
આ સમારોહમાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય ડાયસ્પોરાનું યોગદાન ખૂબ મહત્વનું છે. “તમે બધા એકીકૃત થયા છો, જોકે, તમે તમારા મૂળ વતનને પ્રેમથી યાદ કરો છો. પરંતુ તમે આજે અમેરિકાનો ભાગ છો અને ખૂબ જ ગતિશીલ અને મજબૂત અર્થતંત્રનું નિર્માણ કરી રહ્યા છો. તેથી આપણે એ જ કરી રહ્યા છીએ. ભારતમાં પણ, વિવિધ પ્રદેશો, જુદા જુદા લોકો અને વિવિધ ભાષાઓ વચ્ચે તફાવત છે, જ્યારે આપણે ભારતની ડિજિટલ સિદ્ધિઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે સિદ્ધિઓ શુદ્ધ છે કારણ કે પ્લેટફોર્મ્સ પર એવી ભાષાઓ છે જે ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત છે અને તે ઓછામાં ઓછી 15 છે. શનિવારે વોશિંગ્ટનમાં, નિર્મલા સીતારમણે IMF દ્વારા આયોજિત ‘ઇન્ડિયાઝ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર-સ્ટેકીંગ અપ ધ બેનિફિટ્સ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.