Young man in Kenyan chess competition caught in women's category while wearing niqab
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્યાના નાઈરોબીમાં એક યુવાને નકાબ તથા ચશ્મા પહેરી નૈરોબી ચેસ સ્પર્ધાના મહિલા વિભાગમાં ભાગ લીધો હતો. તેના વર્તન, ચાલ અને દેહસૌષ્ઠવથી સ્પર્ધાના અધિકારીઓને શંકા જતાં આખરે ચોથા રાઉન્ડના અંતે તેની તલાશી લેવાનું નક્કી કરાયું હતું, જેમાં મામલો આગળ વધે તે પહેલા જ તેણે કબૂલાત કરી લીધી હતી કે પોતે મહિલા નથી, પુરૂષ છે.

કેન્યન ચેસ ફેડરેશનના સેક્રેટરી જનરલ જોન મુકાબીએ આપેલી માહિતી પ્રમાણ આ યુવાને એવો ખુલાસો કર્યો હતો કે, તેણે નાણા માટે આવો ફ્રોડ કર્યો હતો કારણ કે તેને લાગતું હતું કે મહિલા વર્ગમાં તેને ઈનામ મળવાની તકો વધારે છે. 

31મી કેન્યન ઓપન ઈન્ટરનેશનલ ચેસ સ્પર્ધા તા. 6 થી 10 એપ્રિલ દરમિયાન નૈરોબીમાં યોજાઈ ગઈ હતી. એમાં કુલ 445 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમાંથી 84 મહિલાઓ હતી. 

આ યુવકે અનેક વખત શંકાઓ જગાવી હતી, કારણ કે તે ખૂબડ શાંત અને અતડો રહેતો હતો. જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા તેમ તેમ તેના વિષે સ્પર્ધાના અધિકારીઓને શંકા થવા લાગી. તેનું નામ પણ મિલ્સેન્ટ એવોર તરીકે નોંધાયું હતું, જે થોડું અજીબ લાગતું હતું. 

આર્બિટર્સે એ વાતની નોંધ લીધી હતી કે, જેવી ગેમ પતે તેવી આ વ્યક્તિ અલોપ થઈ જતી અને બીજા રાઉન્ડની શરૂઆતની ગણતરીની મિનિટો પહેલા જ તે ઉપસ્થિત થતી. જો કે, તેના બાબતે એક વાત એવી હતી કે ઘણો સારો સ્કોર નોંધાવતી હતી. તેણે કેન્યા વતી વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડમાં છ વખત ભાગ લઈ ચૂકેલી એક મહિલા ખેલાડીને પણ હરાવી દીધી હતી. આખરે, ચોથા રાઉન્ડના અંતે સ્પર્ધાના અધિકારીઓએ તેની તલાસી લેવાનો નિર્ણય લીધો હતો. આર્બિટર્સ તેને એક તરફ લઈ ગયા હતા અને તેને એક મહિલા અધિકારી વોશરૂમમાં લઈ ગયા હતા. વોશરૂમમાં પહોંચતા જ તેણે કબૂલી લીધું હતુ કે તે મહિલા નહીં, પુરૂષ છે. તેને સ્પર્ધામાંથી બાકાત કરી દેવાયો હતો અને તેના હરીફો સામેના સ્કોર રદ કરાયા હતા. તેને સજામાં અનેક વર્ષોનું સસ્પેન્શન ફરમાવાય તેવી શક્યતા છે. 

LEAVE A REPLY