દારુબંધી ધરાવતા બિહારમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાયો છે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં નકલી દારુ પીવાથી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને 12 લોકોને મુઝફ્ફરપુર અને મોતીહારી સદર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ગ્રામજનોએ ઘઉંનો પાક ઉતાર્યા પછી દેશી દારુ પીધો હતો. પોલીસે આ ઘટનામાં સાત લોકોની ધરપકડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઠ્ઠાકાંડ  પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને વિગતવાર અહેવાલ મોકલવાની તાકીદ કરી છે. એક મેડિકલ ટીમને મોતિહારી સબ-ડિવિઝનના લક્ષ્મીપુર ગામમાં મોકલવામાં આવી છે, જ્યાં 11 લોકોના મોત થયા છે. આ ગામના જારા રામના નામના વ્યક્તિએ સપ્લાય કરેલા દેશી દારુનું ગામના લોકોએ સેવન કર્યું હતું. આબકારી અને નશાબંધી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2016થી બિહારમાં દારૂબંધી લાગુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, દોષિત ઠેરવવાનો દર 1 ટકા પણ નથી.

જાન્યુઆરીની શરૂઆતમાં સિવાન જિલ્લાના લકડી નબીગંજના બાલા ગામમાં નકલી દારૂ પીવાને કારણે પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું કે સિવાન લઠ્ઠાકાંડના સંબંધમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બિહાર પોલીસે ગયા વર્ષે 21 ડિસેમ્બરે દાનાપુરમાં એક ગટરમાં છુપાવેલી ગેરકાયદેસર દારૂની બોટલો મળી આવ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બહાર આવી હતી. નકલી દારુથી લોકોના મોત થયા પછી જિલ્લા વહીવટીતંત્રે ગામ કેમ્પ ચાલું કર્યા હતા.

બિહારના સીએમ નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારે એપ્રિલ 2016માં બિહારમાં દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. બુટલેગરો ઝુંબેશ ચાલુ રહી છતાં રાજ્યમાં દારૂના વેચાણની ઘટનાઓ બની રહી છે.

LEAVE A REPLY