It is necessary to remove caste discrimination for a strong social system.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ડો. આંબેડકર જયંતી નિમિત્તે અમદાવાદમાં આયોજિત સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિના ભેદભાવને દૂર કરી દેશને આગળ લઇ જવા માટે મજબૂત સમાજ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આપણા ડીએનએ એક જ છે અને પૂર્વજ ભારતીય છે તેમ કહેતા હિન્દુ અને ભારતીયને સમાનાર્થી શબ્દ ગણાવ્યા હતા. દુનિયાને ભારતની આવશ્યકતા છે અને ભારત તે પ્રમાણે આગળ વધી રહ્યું છે ત્યારે આપણે પણ ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રણ લેવું પડશે એમ તેમણે જણાવ્યું હતું. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ સહિત સંઘના અગ્રણીઓ ડો. જયંતી ભાડેશિયા, ડો. ભરત પટેલ વગેરે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૫ હજારથી વધુ શિસ્તબધ્ધ સ્વયંસેવકોને સંબોધન કરતા ડો. ભાગવતે તેમને રાષ્ટ્ર નિર્માણ અને સમાજને સબળ બનાવવા બધાને સાથે લઇને ચાલવા માટે શીખ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ડો. આંબેડકર જયંતી મનાવાઇ રહી છે ત્યારે દેશમાં જાતિગત ભેદભાવ સમાપ્ત થઇ જાય તે જરૂરી છે. આપણો સમાજ એક જ હતો, પરંતુ વિદેશીઓએ તેનો લાભ લઇ ખાઇ પહોળી કરી હતી, હવે એ ચક્રવ્યૂહમાંથી બહાર આવી એક બનવું પડશે. વિશ્વગુરુ ભારત દેશના સમાજથી ઘડાશે તેમ પણ કહ્યું હતું.

LEAVE A REPLY