6 more corporators of Surat Aam Aadmi Party join BJP

સુરતમાં આમ આદમી પાર્ટીના છ કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ ભગવો ધારણ કરી લીધો હતો. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. હવે નવા છ કોર્પોરેટરો જોડાયા છે એટલે કુલ 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.

આમ હવે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે અમારા કોર્પોરેટરને ખરીદવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આમ આદમીના કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ ગયા છે. ભાજપમાં જોડાનારા કોર્પોરેટરોમાં સ્વાતિબેન કયાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણભાઈ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY