Union Minister's visit to Dwarka

ઉત્તર પ્રદેશમાં મુખ્ય તીર્થધામ કાશી વારાણસીના કોરીડોરનું જે રીતે નવનિર્માણ કરીને વિકાસ કરવામાં આવ્યો છે તેમ તેની આવૃતિ સમાન દ્વારકાની પ્રાચીન નગરીના મૂળ સ્ટ્રકચરને જાળવીને દ્વારકાધીશ મંદિરના પરિસરનું નવનિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના કોરીડોરને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરેલા સૂચનને આધારે કેન્દ્ર મંત્રાલયના શહેરી વિકાસ રાજ્ય પ્રધાન કૌશલ કિશોરે તાજેતરમાં દ્વારકા તથા બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી.

દ્વારકામાં તેમણે જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીનતાના વિશેષરૂપે પ્રવાસીઓ-યાત્રિકો દર્શન કરીને શકે અને યાત્રાધામોમાં ખાસ પ્રકારની સુવિધાઓ અને ખાસ પ્રકારની સુંદરતા ઊભી કરવા કેન્દ્ર સરકારનો શહેરી વિકાસ વિભાગ ખૂબ જ ગતિશીલ બન્યો છે.

તેમણે દ્વારકાના પવિત્ર ગોમતીઘાટથી દ્વારકાધીશ મંદિર સહિતના વિસ્તારને કોરીડોર બનાવી મંદિર આસપાસની ગીચતા દૂર કરી સુંદરતાનું ખાસ પ્રકારનું નિર્માણ થાય તેના માટે બન્ને સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પ્રાચીન શિવ મંદિર જે સમુદ્રની વચ્ચે આવેલ તેની પણ મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY