લેન્કેશાયર ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન મેકગીએ કહ્યું હતું કે “હું તમામ પક્ષોને કહીશ કે કૃપા કરીને ટેબલ પર આવો અને આ હડતાલને ઉકેલો. દરેક હડતાલ સિસ્ટમ પર વધુ દબાણ લાવશે. તેથી આપણે વહેલામાં વહેલા ઉકેલ લાવવો પડશે.”
NHS ટ્રસ્ટોનું પ્રતિનિધિત્વ કરતા NHS કોન્ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યુ ટેલરે સરકાર અને BMAને વાટાઘાટો સાથે ‘આગળ વધવા’ વિનંતી કરી હતી.
લેબરના શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કહ્યું હતું કે ‘આ અઠવાડિયે જુનિયર ડોકટરોની હડતાળ દર્દીની સંભાળમાં ભારે વિક્ષેપ ઉભી કરશે. વડાપ્રધાન ક્યાં છે અને તેમણે તેને રોકવાનો પ્રયાસ કેમ કર્યો નથી?’’
લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર અને હેલ્થ એન્ડ સોશિયલ કેર પ્રવક્તા ડેઝી કૂપરે કહ્યું: ‘જુનિયર ડોકટરો સાથે વાત કરવાનો ઇનકાર કરીને, સ્ટીવ બાર્કલે આપણા NHS અને હજારો દર્દીઓને બિનજરૂરી જોખમમાં મૂકી રહ્યા છે.