Biden and Kamala Harris will seek re-election in 2024
(Photo by Anna Moneymaker/Getty Images)
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે 2024ની પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ફરી ઝુકાવવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ તેઓ આ અંગે હજી વિધિવત્ જાહેરાત કરવા તૈયાર નથી.
વ્હાઇટ હાઉસ ઇસ્ટર એગ રોલ પહેલાં એનબીસીના “ટુડે” શો ને એક મુલાકાતમાં બાઇડને જણાવ્યું હતું કે હું ફરી ચૂંટણી લડવાની યોજના ઘડી રહ્યો છું, પરંતુ અમે હજી તેની જાહેરાત કરવા તૈયાર નથી. તેઓ 2024માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનો ઇરાદો ધરાવે છે.
વ્હાઈટ હાઉસના ટોચના સલાહકારો બાઇડનની ફરી ચૂંટણી ઝુંબેશ શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય કરશે. નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ પહેલેથી જ નક્કી કર્યું છે તે જાહેર કરવાના દબાણથી તેઓ નારાજ છે. 80 વર્ષના બાઇડન ફરીથી ચૂંટણી લડવાની તેમની યોજનાઓ વારંવાર જણાવી ચૂક્યા છે. બાઇડન અમેરિકાના ઈતિહાસના સૌથી વૃદ્ધ પ્રેસિડન્ટ છે. તેઓ ફરીથી ચૂંટણી લડશે અને જીતશે, તો તેઓ તેમના બીજા કાર્યકાળના અંતે 86 વર્ષના હશે.

LEAVE A REPLY