India's tiger population has increased to 3,167
(ANI Photo)

2022માં ભારતમાં વાઘની વસ્તી વધીને 3,167 હતી, જે 2018માં 2,967 હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વાઘની વસ્તી ગણતરીની તાજેતરની માહિતી જાહેર કરી હતી. આ ડેટા મુજબ 2016માં વાઘની વસ્તી 1,411 અને 2010માં 1,706 હતી, જ્યારે 2014માં વાઘની વસ્તી 2,226 હતી.

‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષની ઉજવણીના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાને ‘ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ’ પણ લોન્ચ કર્યું હતી, જે વાઘ અને સિંહ સહિત વિશ્વની સાત મોટી કેટના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે આગામી 25 વર્ષમાં વાઘ સંરક્ષણ માટેના વિઝનને રજૂ કરતી ‘અમૃત કાલ કા ટાઇગર વિઝન’ પુસ્તિકા પણ બહાર પાડી હતી.

LEAVE A REPLY