The film 'Sana' will be screened at the UK Asian Film Festival
બોલિવૂડ અભિનેત્રી રાધિકા મદન(ANI Photo)

રાધિકા મદન અભિનિત ‘સના’ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલના પ્રારંભ માટે તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન નેશનલ અવોર્ડ વિનર ડાયરેક્ટર સુધાંશુ ​સરિયાએ કર્યું છે. આ ​ફિલ્મ ફેસ્ટિવલ 25મી એનિવર્સરી ઉજવી રહ્યો છે અને તેની શરૂઆત ‘સના’ ફિલ્મ દ્વારા કરવામાં આવશે.

આ ફેસ્ટિવલ ચાર મેથી શરૂ થઈ રહ્યો છે અને ૧૩મે સુધી લંડનમાં ચાલશે. આ ફેસ્ટિવલના ઓપનિંગ નાઇટ સ્ક્રીનિંગમાં સુધાંશુ સરિયા અને રાધિકા મદન પણ જોવા મળશે. આ અગાઉ પણ ઘણા ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થઈ ચૂક્યું છે. આ વિશે રાધિકાએ કહ્યું કે ‘મારા માટે ‘સના’ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે આઘાત વિશે વાત કરે છે. એક એવો આઘાત જેમાંથી ઘણા લોકો પસાર થાય છે, પરંતુ કોઈ એ વિશે વાત નથી કરતું. આ મારા માટે એક ચેલેન્જિંગ રોલ હતો. મને ખુશી છે કે આ ફિલ્મને વિશ્વભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. હું યુકે ​એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને લોકો સમજ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું.’

LEAVE A REPLY