Gandhi and some parts of RSS removed from history books
(istockphoto.com)

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ માટે બારમાં ધોરણના ઇતિહાસના નવા અભ્યાસક્રમના પુસ્તકોમાંથી મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ અને પ્રસંગો હટાવી દીધા છે. પાઠ્યપુસ્તકોમાંથી મહાત્મા ગાંધીની હત્યા અને આરએસએસ પર પ્રતિબંધના હિસ્સા હટાવાતા કોંગ્રેસે ભાજપ-આરએસએસની ટીકા કરતાં જણાવ્યું હતું કે ફરીથી ઇતિહાસ લખવાનો પ્રયાસ કરનારા ‘ઇતિહાસની કચરાપેટી’માં ફેંકાઈ જાય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “તેઓ ગમે તેટલો પ્રયાસ કરશે તો પણ ઇતિહાસ ભૂંસી નહીં શકે. તમે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરી શકો, પણ દેશનો ઇતિહાસ બદલી નહીં શકો.”

કટોકટી, શીતયુદ્ધ, નક્સલવાદી આંદોલન સહિતની બાબતોને પુસ્તકમાંથી હટાવાયા છે. ૧૨મા ધોરણના રાજકીય વિજ્ઞાનના પાઠ્યુપુસ્તકમાં હવે ગાંધીજીને લગતી કેટલીક બાબતો વાંચવા નહીં મળે. જેમકે, ગાંધીજીના મૃત્યુથી દેશની સાંપ્રદાયિક સ્થિતિ પર પ્રભાવ પડ્યો હતો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાથી હિંદુ કટ્ટરવાદી ઉશ્કેરાયા હતા. એ સમયે આરએસએસ જેવા સંગઠનો પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, ઇતિહાસની આ તમામ ઘટનાઓ હવે યુવા પેઢીને પાઠ્યપુસ્તકમાં વાંચવા નહીં મળે. NCERTએ ગયા વર્ષે અપ્રાસંગિક કારણો, પુનરાવર્તનનો હવાલો આપી કટોકટી, શીતયુદ્ધ, નક્સલવાદી આંદોલન સહિતની બાબતોને પણ હટાવી દીધી હતી.

LEAVE A REPLY