કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક ટીમે કરેલ સંશોધન સૂચવે છે કે ‘’લોકોમાં દારુ પીવાનું ચલણ ઘટાડવામાં મદદ કરવા માટે સુપરમાર્કેટોએ બીયર અને વાઇનની સાથે આલ્કોહોલ-મુક્ત પીણાં પ્રદર્શિત કરવા જોઈએ. સ્ટોર્સમાં વધુ સોફ્ટ-ડ્રિંક વિકલ્પો દર્શાવવાથી લોકોને ઓછો આલ્કોહોલ ખરીદવાની પ્રેરણા મળી શકે છે.’’
કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક ટીમે વિવિધ પ્રમાણમાં ઓફર કરેલા આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક પીણાંની શ્રેણી સાથે નકલી ઑનલાઇન સુપરમાર્કેટ બનાવ્યું હતું. વૈજ્ઞાનિકોએ સૂચવ્યું હતું કે આલ્કોહોલનો ઓછો વપરાશ કેન્સર અને હૃદય રોગ સહિતના રોગોના જોખમને ઘટાડે છે. અભ્યાસમાં 38 વર્ષની સરેરાશ વય ધરાવતા 737 પુખ્ત વયના લોકો સામેલ કરાયા હતા.