1 એપ્રિલ શનિવારના રોજ નવા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) પ્રિસ્ક્રિપ્શન પ્રી-પેમેન્ટ સર્ટિફિકેટ (PPC) ના લોન્ચ બાદ, HRT માટેની દવાઓના 37,700થી વધુ પ્રી-પેમેન્ટ સર્ટિફિકેટ ઑનલાઇન અને ફાર્મસીઓમાં ખરીદવામાં આવ્યા છે. આથી મહિલાઓએ વર્ષ માટે ચૂકવેલા પ્રિસ્ક્રિપ્શન ચાર્જમાં £1.13 મિલિયનથી વધુની અને સરેરાશ વ્યક્તિ દિઠ એક વર્ષ માટે £30ની બચત કરી છે.
બેસ્પોક એચઆરટી પીપીસીને પગલે મહિલાઓ સમગ્ર વર્ષ દરમિયાન તેઓને જોઈએ તેટલી વખત HRTનો ઍક્સેસ કરી શકે છે. જેથી તેમના તમામ એચઆરટી પ્રિસ્ક્રિપ્શનો માટે બે સિંગલ પ્રિસ્ક્રિપ્શનના ચાર્જ (£19.30)ની સામે તેમણે વન-ઑફ ચાર્જ ચૂકવવાનો રહેશે. HRT PPC માટેનો લાભ 1 એપ્રિલ 2023ના રોજ અથવા તે પછી મળી શકે છે. આ પ્રી-પેમેન્ટ સર્ટિફિકેટથી આશરે 400,000 મહિલાઓને મેનોપોઝ સપોર્ટની દવાઓ સસ્તા દરે મળવાનું અનુમાન છે.
મેનોપોઝ અને પેરીમેનોપોઝમાંથી પસાર થતી મોટાભાગની સ્ત્રીઓ માટે HRT એ સલામત અને અસરકારક સારવાર છે. મેનોપોઝ અને પેરીમેનોપોઝના લક્ષણોમાં હોટ ફ્લશ, રાત્રે પરસેવો થવો, બ્રેઇન ફોગ, સાંધાનો દુખાવો, મૂડ સ્વિંગ અને યોનિમાર્ગની શુષ્કતાનો સમાવેશ થાય છે. એચઆરટી લેવાથી ઓસ્ટીયોપોરોસીસ અને હૃદય રોગ સહિત હોર્મોન-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ ઘટાડી શકાય છે.